સાવરકુંડલા શહેરમાં મંજૂરી વગર સ્ફોટક પદાર્થ વેચતા વેપારી સામે પોલીસે કાર્યવાહી કરી હતી. સંદિપભાઈ પરમાણંદભાઈ ખંધેડીયા (ઉ.વ.૪૨) સ્ફોટક પદાર્થ રાખવા તથા વેચવા અંગે સક્ષમ અધિકારીનું લાયસન્સ મેળવ્યા વગર વેચતા હતા. તેમની પાસેથી ૧૮૦૬૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































