સાવરકુંડલામાં છેલ્લાં ઘણા સમયથી શિવશક્તિ સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ બાબતે પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવતા લોકોની રજૂઆતને ધ્યાને લઈ પાલિકાએ શિવશક્તિ સોસાયટીમાં ભૂગર્ભ કૂંડીઓ સાફ કરતા વિસ્તારવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.