સાવરકુંડલાના બાબા રામદેવ યુવક મંડળ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ૧૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્‌યા હતા. લગ્નોત્સવમાં તમામ જ્ઞાતિના
આભાર – નિહારીકા રવિયા પરિવારોએ ઉત્સાહભેર ભાગ લેતા સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું. મંડળ દ્વારા દરેક દીકરીને ૫૧થી વધુ ઘરવપરાશની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. ધુરેશ્વર ભારતી બાપુ, દયાપુરી માતાજી સહિત અનેક સંતો, રાજકીય આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. યુવા ભાગવત આચાર્ય વિજયદાદા આર. જાની (ગોલ્ડન દાદા) અને સાથી ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન કરાવ્યા હતા. આ મહોત્સવમાં ૫૪૦ સ્વયંસેવકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરી હતી.