સાવરકુંડલામાં નગરપાલિકા તંત્ર દ્વારા દુકાનોમાં ચેકિંગ હાથ ધરાતાં અમુક સ્થળેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલા મળી આવ્યા હતા. તેથી તેને જપ્ત કરવામાં આવ્યા હતા. આ વાતની જાણ વાયુવેગે થતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ ચેકિંગની કામગીરીમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કેતનભાઈ બી. ચૌહાણ અને નોડલ ઓફિસર નકુલભાઈ એસ. વિઠ્ઠલાણી, સિટી મેનેજર ઉમેશભાઈ બી. કળસળિયા, સર્વેક્ષણ સુપરવાઈઝર મુસ્તાકભાઈ એ. સરવૈયા, વોર્ડ સુપરવાઈઝર અજયભાઈ વી. સવાણી જોડાયા હતા. તેઓ દ્વારા પ્લાસ્ટિક માટે રેડ કરાવવામાં આવેલ જેમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ ટોટલ ૧૨ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૨૭૦૦/- રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.