સાવરકુંડલામાં પત્નીએ પ્રેગનન્સી કાર્ડની દવા લેવા જવાનું પતિને કહેતા સારું લાગ્યું નહોતું. સાસરિયાએ ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી હતી. બનાવ અંગે હિનાબેન સોહિલભાઇ ભટીએ પતિ સોહિલભાઇ દાદભાઇ ભટી, ફીરદોશબેન, ઇસ્માઇલભાઇ દાદાભાઇ ભટ્ટી તથા રશીદાબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આ કામના ફરિ. તેઓ તેમના ઘરે ઉપરના રૂમમાં સુતા હતા. તેમણે પ્રેગનન્સી કાર્ડની દવા લેવા જવાનું પોતાના પતિને કહ્યું હતું. તેમજ નણંદને કહેતા સારૂ નહીં લાગતા પતિ સહિતના આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી. જેથી તેમણે પોતાની માતાને બોલાવ્યા હતા અને તેની સાથે તેના માતાના ઘરે ડેડકડી ગામે જતા રહ્યા હતા.