સાવરકુંડલામાં ખાદી કાર્યાલય વિસ્તારમાં રહેતા ભુપતભાઈ નાનજીભાઈ પાટડીયા (ઉંમર ૫૬ વર્ષ)ને આજે સવારે પતંગની દોરીથી ગંભીર ઈજા થઈ છે. તેઓ ગાયને ચારો ખવડાવી રહ્યા હતા ત્યારે અચાનક સંભવિત ચાઈનીઝ દોરી તેમના ગળા પર લપેટાઈ ગઈ, જેના કારણે ગળામાં ઊંડો કાપો પડ્યો અને લોહી વહેવા લાગ્યું હતું. તાત્કાલિક તેમને સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ઇમરજન્સીમાં ગળાના ભાગે સાત ટાંકા લઈને સારવાર કરી હતી. હાલમાં ભુપતભાઈની તબિયત સ્થિર છે અને તેઓ જોખમમુક્ત છે, પરંતુ તેઓ હજુ હોસ્પિટલમાં દાખલ છે અને નિરીક્ષણ હેઠળ છે.








































