સાવરકુંડલામાં સોમવારે વરિષ્ઠ મહિલાઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. મહુવા રોડ પર અટલધારા કાર્યાલય ખાતે આ કેમ્પનું આયોજન સાવરકુંડલા ભાજપ ડોક્ટર સેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સિનિયર સિટીઝન મહિલાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ અવસરે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સહિતના હાજર રહ્યા હતા.