સાવરકુંડલામાં જેસર રોડ પર દ્વારકાધીશજીની હવેલીમાં ભક્તિ અને ઉલ્લાસ સાથે હિંડોળા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવમાં, દરરોજ ઠાકોરજીને અવનવા અને આકર્ષક હિંડોળાઓમાં ઝુલાવવામાં આવે છે. આ હિંડોળાઓને કમળ, મોતી, શાકભાજી અને તાજા ફૂલો જેવી વિવિધ વસ્તુઓથી સજાવવામાં આવે છે. જેથી હિંડોળાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે.