અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારબંધીના જાહેરનામાની અમલવારી વચ્ચે સાવરકુંડલામાં એક શખ્સ જાહેર રોડ પર તલવાર સાથે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સાવરકુંડલામાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હરેશભાઈ નનકુભાઈ મોટીયાર (ઉ.વ.૩૦) પોતાની પાસે પીતળના હાથાવાળી સ્ટીલની તલવાર રાખીને ફરતો ઝડપાયો હતો. જિલ્લામાં તા. ૨૫/૦૩/૨૦૨૬ થી તા. ૦૫/૦૪/૨૦૨૬ સુધી હથિયારબંધી લાગુ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ધારદાર કે જીવલેણ હથિયાર રાખવા પર પ્રતિબંધ હોવા છતાં આરોપી તલવાર સાથે મળી આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









































