સાવરકુંડલામાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના યજમાનપદ હેઠળ ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞાનસત્ર ૧૯થી ૨૧ ડિસેમ્બરે યોજાશે. પ્રથમ દિવસે ઉદ્‌ઘાટન, આવકાર, સંસ્થા પરિચય, પ્રવૃત્તિ અહેવાલ તેમજ પ્રાસંગિક પ્રવચનો રહેશે. બપોર પછીની બેઠકોમાં નિબંધ અને સર્જક વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં રઘુવીર ચૌધરી, ઉદયન ઠાકર, મીનલ દવે, ગુલમહમ્મદ શેખ, મયુર ખાવડુ સહિતના સર્જકો હાજરી આપશે. ૨૦ ડિસેમ્બરે ‘સાહિત્યનું સરવૈયું’ સત્રમાં પીનાકીની પંડ્‌યા, શક્તિસિંહ પરમાર અને અન્ય વક્તાઓ ભાગ લેશે, જ્યારે બપોરે જુની રંગભૂમિના ગીતોની પ્રસ્તુતિ ઉત્કર્ષ મજમુદાર અને હેતલ મોદી કરશે. ૨૧ ડિસેમ્બરે મધ્યસ્થ સમિતિની બેઠક, સર્જક વિશેષ સત્ર અને સામાન્ય સભા યોજાશે. નોંધણી કરનાર ઉપસ્થિતોને પ્રમાણપત્ર આપવામાં આવશે.