સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં અચાનક પડેલા માવઠાએ લોકોના રોજિંદા જીવનને અસર કરી હતી. આ સમયે મધ્યમ વર્ગના અને ઝૂપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના માટે ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની હતી. આવી પરિસ્થિતિમાં ગેબી વાજીંત્ર દ્વારા માનવીય સેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ૧૯ માર્ચના રોજ સાંજના ૬ઃ૦૦ થી ૯ઃ૦૦ વાગ્યા સુધી ૭૦થી વધુ મધ્યમ વર્ગના પરિવારોને મફત ટિફિન સેવા આપવામાં આવી હતી.










































