સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે સદ્દગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટીના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આંખોના રોગથી પીડિત દર્દીઓ માટે વિનામૂલ્યે ઓપરેશનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.કેમ્પનું ઉદ્‌ઘાટન કબીર ટેકરીના મહંત નારણદાસ સાહેબ અને અન્ય ટ્રસ્ટીગણો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૦૧ દર્દીઓએ ઓ.પી.ડી.નો લાભ લીધો હતો, જેમાંથી ૨૨ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સુદર્શન નેત્રાલય, અમરેલી ખાતે મોકલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય, સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ, કબીર ટેકરીના સ્વયંસેવકો અને અન્ય સમાજસેવકોએ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૭ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે આ આશ્રમમાં આ નિઃશૂલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાય છે.