પોરબંદરમાં રહેતા વિનોદભાઈ ભાનુભારથી મેઘનાથી (ઉ.વ.૩૮)એ એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાવરકુંડલામાં મહુવા રોડ પર એસટી ડેપોના ગેઈટ પાસે તેમના ભાઈ જગદીશભારથી એસટી ડેપોની અંદર જતા હતા તે દરમિયાન પાછળથી પૂરઝડપે અને બેફીકરાઈથી માનવ જિંદગી જોખમાય તે રીતે બસ ચલાવી ટક્કર મારી હતી. જેમાં તેમના ભાઈને પગમાં ઓપરેશન આવે તેવી ગંભીર ઈજા થઈ હતી. ટક્કર મારી એસટી ચાલક નાસી ગયો હતો.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.