સાવરકુંડલા સ્થિત અને નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી વી.ડી. કાણકીયા આટ્‌ર્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૨૮ જુલાઈ સોમવારના રોજ વિદ્યાર્થીઓની કેમ્પસ સહકારી મંડળીની “વાર્ષિક સાધારણ સભા” અને વિદ્યાર્થી-સભાસદો માટે છ દિવસના “યુવક સહકાર પ્રશિક્ષણ વર્ગ”નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આખાય ભારત દેશમાં કોલેજ ખાતે વિદ્યાર્થીઓની સહકારી મંડળીની રચના થઈ હોય તેની શરૂઆત ગત વર્ષે સાવરકુંડલાની કાણકીયા કોલેજથી થઈ હતી. કોલેજના આચાર્ય ડા. રવિયા સાહેબે આવેલા તમામ સહકાર ક્ષેત્રના શ્રેષ્ઠિઓ અને મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.