સાવરકુંડલા શહેરમાં આવેલ લીંબડી ચોક વિસ્તારમાં આડેધડ વાહનો પાર્કિંગ કરી દેવામાં આવતાં વેપારીઓ તેમજ રાહદારીઓને કાયમ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારી મિત્રો તેમજ રાહદારીઓ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. લીંબડી ચોક પર અનેક દુકાનો આવેલ છે આ વિસ્તારોમાં રહેતા રહીશોને અવરજવર માટે લીમડી ચોક પરથી પસાર થવું પડતું હોય છે પરંતુ આ ચોક પર સવારથી લઈ સાંજ સુધી આડેધડ વાહનો પાર્કિંગ કરી લોકો જતાં રહે છે ત્યારે રાહદારીઓ તેમજ ત્યાંના રહીશોને પસાર થવું માથાના દુઃખાવારૂપ બની ગયું છે. આ સમસ્યામાંથી કાયમી ધોરણે છુટકારો મેળવવા આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવુ લોકો ઈચ્છી રહ્યાં છે.