સાવરકુંડલા બ્રહ્મકુમારીઝ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના સહયોગથી આજરોજ તારીખ ૨૪ને રવિવારે સવારે લોહાણા મહાજન વાડી ખાતે રાજયોગીની દાદી પ્રકાશમણીજીની ૧૮મી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાશે. બ્રહ્મકુમારીઝ દ્વારા સમગ્ર ભારતમાં ૧૦૦૦ એક હજારથી વધુ વિશાળ કેન્દ્ર ખાતે રક્તદાન અભિયાન ૨૦૨૫ અંતર્ગત રક્તદાન કેમ્પ તા.૨૪/૦૮ ના રોજ યોજાશે જેમાં સાવરકુંડલા શહેરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પમાં સાવરકુંડલા શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરશે.