સાવરકુંડલામાં માનવ મંદિર આશ્રમ ખાતે આજે સોમવારે સવારે ૧૦ વાગ્યાથી આર્મી અને પેરામિલેટ્રીમાંથી નિવૃત્ત થઈને આવેલા જવાનો અને શહીદ થયેલા પરિવારોના કલ્યાણ માટેની એક ખાસ મિટિંગ યોજાશે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દિપેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ તકે અમરેલી જિલ્લા પેરામિલેટ્રી સંગઠનોના જવાનોનું સ્નેહમિલન અને સન્માન સમારંભ પણ યોજાશે. આ મિટિંગમાં સાવરકુંડલા તાલુકાના આર્મી, પેરામિલેટ્રી અને પોલીસ ભરતી માટે તૈયારીઓ કરતા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ, પેરામિલેટ્રી સંગઠનના અમરેલી જિલ્લા પ્રમુખ હનીફભાઈ શેખ, બોર્ડર સિકયુરિટી ફોર્સના નિવૃત્ત ફૌજી અતુલભાઈ જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.