મહોરમ ઈસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને તેને ઇસ્લામી નવા વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લા ભરમાં તાજીયા પડમાં આવ્યા હતા. અહીં અનેક વિસ્તારોમાં મોહરમની મજલિસ હોય છે. સાવરકુંડલામાં સંધિ ચોક લીમડી નીચે મણીનગર સહિતના વિસ્તારોમાં મોહરમની મજલીસ હોય છે. આ મજલિસ પૂર્ણ થયા બાદ મોહરમ અને તાજીયાની સવારી નીકળે છે. ઠેર ઠેર કલાત્મક તાજીયા ગામની બજારોમાંથી નીકળે છે અને લોકો ગમ સાથે હજરત ઈમામ હુસેનને યાદ કરે છે. મોહરમ એ ઇમામ હુસેનની યાદમાં મનાવાતો પર્વ છે. સાવરકુંડલામાં અનેક જગ્યા ઉપર કલાત્મક તાજીયા પસાર થયા હતા.