સાવરકુંડલામાં શહેરી વિસ્તારના નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતોનો સ્થળ પર ત્વરિત ઉકેલ માટે સરકારની સૂચના પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા મહુવા રોડ ખાતે આવેલ નગરપાલિકા કચેરી પ્રેસ ગ્રાઉન્ડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર ૧, ૪, પ અને ૬માં રહેતા તેમજ સમગ્ર સાવરકુંડલા શહેરનાં લાભાર્થીઓએ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ કેમ્પમાં સાવરકુંડલા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પાલિકા એન્જીનિયર, હાઉસટેકસ ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓની ઉપÂસ્થતિમાં આ સેવાસેતુ કાર્યક્રમનો સાવરકુંડલાની જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.