સાવરકુંડલા વિસ્તારમાં અંગત અદાવતને પગલે હુમલાની એક ઘટના સામે આવી હતી. જેમાં ત્રણ આરોપીઓએ ઘરમાં ઘૂસીને ફરિયાદી મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ગીતાબેન મગનભાઇ પરમાર (ઉ.વ.૩૦)એ ) બાબુભાઇ પદમાભાઇ પરમાર, નિતીનભાઇ બાબુભાઇ પરમાર તથા રૂષિકભાઇ બાબુભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત મુજબ જ્યારે ફરિયાદી મહિલા અને તેના પતિ ઘરે હાજર હતા તે દરમિયાન ત્રણ આરોપીઓ ગેરકાયદેસર રીતે તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. આરોપીએ મહિલાને માથાના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો, જેના કારણે મહિલાને ઈજા થઈ હતી અને માથાના ભાગે બે ટાંકા લેવા પડ્યા હતા. અન્ય આરોપીએ તેના પતિને ડાબા હાથની આંગળીએ લોખંડનો પાઇપ માર્યો હતો. આ હુમલાથી પતિને લોહી નીકળ્યું હતું અને આંગળીએ સોજો આવી ગયો હતો. આરોપીઓ અહીં જ ન અટકતાં ત્રણેયે ભેગા મળીને ફરિયાદી અને તેના પતિને જેમફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































