રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના વધુ એક કિસ્સામાં, પોલીસે સાવરકુંડલામાંથી એક આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્‌યો હતો. ભાવેશભાઇ દુલાભાઇ ચીપરા (ઉ.વ.૨૮) પાસેથી કોઈપણ પાસ કે પરમિટ વિના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ઝડપાયેલા આરોપી પાસેથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૯૧ બોટલ મળી હતી. પોલીસે રૂ. ૧૭,૧૮૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેણે જથ્થો સુરતના કીશનભાઇ પારશીંગભાઇ રાઠવા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. વંડા ગામે મહિલા પાસેથી બે લીટર દેશી દારૂ પકડાયો હતો. જ્યારે વિવિધ સ્થળેથી ૯ ઈસમો કેફી પીણું પીને ફરતી હાલતમાં મળી આવ્યા હતા.