અમરેલી જિલ્લામાં યુવતીઓ લાપતા થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. સાવરકુંડલામાંથી એક યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. પરશોતમભાઇ રામજીભાઇ ચાવડા (ઉ.વ.૪૩) એ જાહેર કર્યા મુજબ, તેમની દિકરી દેવાંગીબેન ઘરેથી કોઇને જાણ કર્યા વગર ક્યાંક જતી રહી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.