અમરેલી જિલ્લામાં પોલીસે દારૂના ધંધાર્થીઓ પર કડકાતે કાર્યવાહી હાથ ધરી છે.જેમાં સાવરકુંડલામાં પઠાણીફળી પાસેથી પોલીસે દારૂના ૨૦ ચપટા ઝડપી પાડ્‌યા હતા. સલમાનભાઈ જમાલભાઈ કુરેશી (ઉ.વ.૨૯) સ્કુટર લઈને જતા હતા ત્યારે અટકાવી તલાશી લેતા વિદેશી દારૂના ૨૦ ચપટા મળી આવ્યા હતા. પોલીસે સ્કુટર, દારૂના ચપટા મળી રૂ.૧,૧૧,૭૬૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં જુના બસ સ્ટેન્ડ પાસેથી દારૂની બોટલ સાથે યુવક પકડાયો હતો. જિલ્લામાંથી ત્રણ લોકો પાસેથી દેશી દારૂ અને છ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.