સાવરકુંડલામાંથી એક મહિલા ગુમ થયાની ઘટના સામે આવી છે. આ કામના ગુમ થનાર પોતાના ઘરેથી પિતાના ઘરે જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાવરકુંડલામાં રહેતા ભુમિબેન નિલેશભાઇ સરેણા (ઉ.વ.૧૯) પોતાના ઘરેથી ‘હું મારા બાપુજીના ઘરે જાઉં છું’ તેમ કહીને નીકળ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં તેઓ પિતાના ઘરે પહોંચ્યા નહોતા અને પોતાના ઘરે પણ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરી હોવા છતાં તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. અંતે, પરિવાર દ્વારા આ મામલે સાવરકુંડલા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુમ થયા અંગેની નોંધ કરી આ મહિલાની શોધખોળ હાથ ધરી હતી.