સાવરકુંડલા અને આસપાસના વિસ્તારો માટે એક સુખદ અને ઐતિહાસિક સમાચાર છે. હવે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલને સત્તાવાર રીતે બ્લડ બેંકની માન્યતા મળી છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી હવે વાસ્તવિકતા બની છે, જેનો સીધો લાભ ગરીબ દર્દીઓને મળશે.લોકોને ઇમરજન્સી સમયે કે ઓપરેશન દરમિયાન લોહી માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું. બ્લડ બેંકની સ્થાપના થવાથી હવે તાત્કાલિક જીવનરક્ષક લોહીની સુવિધા સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે. આ બ્લડ બેંક માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી. કસવાલાએ આ મહ¥વપૂર્ણ ઉપલબ્ધિ બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ નિર્ણયથી સમગ્ર સાવરકુંડલા અને લીલીયા વિસ્તારના આરોગ્ય ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થયો છે તેમ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.