સાવરકુંડલાની શાળા નં.પમાં ફ્રી સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ હેઠળ શાળાની ૯૫ વિદ્યાર્થિનીઓને કુલ ૧૯૦૦ ફ્રી સેનેટરી પેડ્‌સ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના તબીબી માર્ગદર્શન માટે ડા. દર્શના શિયાળની વિશેષ હાજરી રહી હતી. તેઓએ માસિક ધર્મ ચક્ર, તેની હાઇજીન જાળવણી, આરોગ્ય ઉપર થતી અસર તથા તેની યોગ્ય સંભાળ વિશે માહિતી આપી હતી.