અમરેલીમાં ૪-૫ જાન્યુઆરીના રોજ જિલ્લા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં લોકગીત સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ૮થી ૧૪ વર્ષની વય જૂથમાં ૫૦ કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો. તેમાં સાવરકુંડલાની શાળા નંબર છની વિદ્યાર્થિની યશ્વી કલ્પેશભાઈ સોજીત્રાએ લોકગીત સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી સમગ્ર સાવરકુંડલા શહેર તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે. તેને માર્ગદર્શક શિક્ષક કલાગુરુ અરવિંદભાઈ શેલડીયા, પ્રિન્સિપાલ દિપાલીબેન વ્યાસ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.







































