સાવરકુંડલાની શ્રી બ્રાન્ચ શાળા નંબર-૪ ખાતે ‘ગ્રાહક સુરક્ષા’ વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૮ ના અંદાજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય વક્તા પાંધીભાઈએ જણાવ્યું કે જો દરેક ગ્રાહક સજગ બને તો ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી શકાય છે. તેમણે ઉમેર્યું કે કાયદાનું પાલન અને હકો પ્રત્યેની જાગૃતિ જ સાચો દેશપ્રેમ છે. ત્યારબાદ શ્રી હિરાણી સાહેબે ૧૫ માર્ચ ‘વિશ્વ ગ્રાહક દિવસ’ સંદર્ભે માર્ગદર્શન આપતા એમઆરપીથી વધુ કિંમત ન ચૂકવવા અને ભેળસેળ સામે ફરિયાદ કરવા અનુરોધ કર્યો હતો.