સાવરકુંડલાની નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને એ.કે. ઘેલાણી ગર્લ્સ હાયરસેકન્ડરી સ્કૂલમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સ્કૂલમાં તમામ વર્ગખંડો, શાળાનું મેદાન વગેરેની સફાઈ કરવામાં આવી હતી. બીજી ઓક્ટોબર ” ગાંધી જયંતી ” નો હેતુ સાર્થક કરવા માટે સફાઈ કાર્ય દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શિક્ષિકા તૃપ્તિબેન પાનસુરીયા દ્વારા ‘ચિત્રસ્પર્ધા’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની તમામ વિદ્યાર્થિની બહેનો, સમગ્ર સ્ટાફ, આચાર્યા ઉષાબેન તેરૈયા પણ જોડાયા હતા. તેમણે વિદ્યાર્થિની બહેનોને જીવનમાં સ્વચ્છતાનું મહત્વ તેમજ ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના વિચારો જણાવી માહિતી પુરી પાડી હતી.