નૂતન કેળવણી મંડળ સંચાલિત સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી.કાણકીયા આટ્‌ર્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે શનિવારે કાણકીયા કોલેજ અને પી.પી. હાઇસ્કૂલ-વંડાની ટીમ વચ્ચે એક વોલીબોલ મેચનું આયોજન થયું હતું. રમત-ગમત કમિટીના અધ્યક્ષ ડા.અર્જુનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ આ મેચનું આયોજન થયું હતું, કોલેજના આચાર્ય ડા. એસ.સી. રવિયાના હસ્તે ટોસ ઉછાળી અને મેચની શરૂઆત કરાવવામાં આવી. કોલેજના વિદ્યાર્થી વિશ્વરાજે મેચમાં રેફરી તરીકે સેવા આપી હતી. જેમાં ત્રણ રાઉન્ડ બાદ હાઈસ્કૂલની ટીમ વિજેતા થઈ. અંતમાં કાણકીયા કોલેજ તરફથી વિજેતા ટીમને રૂ. ૫૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.