સાવરકુંડલાની વી. ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી રહેલા ટી. વાય. બી. એ. (અંગ્રેજી)ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પુસ્તક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકે તેવા ઉમદા હેતુથી આ પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ તન્વીબેન પૂજારા દ્વારા ખાસ તૈયાર કરાયેલા અંગ્રેજી વિષયના પરીક્ષાલક્ષી પુસ્તકો વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પુસ્તકો વિદ્યાર્થીઓને વિષયની ઊંડી સમજ અને પરીક્ષાની તૈયારીમાં માર્ગદર્શક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હિરાણી, વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રીંકુબેન ચૌધરી, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. ડો. દિલીપભાઈ ભટ્ટ, કોમર્સ વિભાગના પ્રો. ડો. હરેશ દેસરાણી તેમજ પ્રો. ડો. કલ્પેશભાઈ રાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.









































