સાવરકુંડલામાં આવેલી બહુચર્ચિત કાણકીયા કોલેજના વિધર્મી પ્રોફેસરે વિદ્યાર્થિની સાથે છેડતી કર્યા બાદ વિદ્યાર્થિનીના વાલીએ પ્રોફેસર તેમજ વિધર્મી છાત્ર સામે પોલીસમાં અરજી થઈ હોવાનું જાણવા મળ્યુ છે. હવે પોલીસ આ બંને વિધર્મીઓ સામે શું કાર્યવાહી કરે છે તેના પર શહેરીજનો મીટ માંડીને બેઠા છે. સાવરકુંડલામાં થોડા દિવસ પહેલા કાણકીયા કોલેજની વિદ્યાર્થિનીઓની ટીમ કબડ્ડી રમવા માટે ગઈ હતી. વિધર્મી પ્રોફેસર એજાજ કાજીએ અન્ય વિધર્મી છાત્ર સાદીર મલેકને પણ સાથે લીધો હતો. વિદ્યાર્થિનીને બાજુમાં બેસાડી શારિરીક અડપલા કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેથી હિન્દુ સંગઠનોએ કોલેજના પ્રિન્સીપાલની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી. જા કે આ ગંભીર ઘટના બાદ જાણવા મળતી માહિતી મુજબ વિદ્યાર્થિની સાથે આ વિધર્મી પ્રોફેસરે ૮ માસ પહેલા પણ શારિરીક અડપલા કર્યા હતા ત્યારે વિદ્યાર્થિની સગીરા હતી. જા કે ૮ માસ બાદ ફરી વિધર્મી પ્રોફેસરે પોતાના લખણ ઝળકાવ્યા હતા. જેથી આ ઘટના બાદ બીજી કોઈ વિદ્યાર્થિની આવા પ્રોફેસરનો ભોગ ન બને તે માટે વિદ્યાર્થિનીના વાલીએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.