સાવરકુંડલાની પી.પી.એસ. હાઇસ્કૂલ વંડા ખાતે પ્રથમવાર કોળી ઠાકોર સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ કોળી ઠાકોર સમાજની સામાજિક એકતા, વાસ્તવિક જાગૃતિ તથા ઓ.બી.સી. વર્ગીકરણ માટે જાગૃતિનો હતો. આ તકે ચિરાગભાઈ ઝાલા, કોળી સમાજ એકતા સમિતિના અધ્યક્ષ, જયેશભાઇ ઠાકોર, ઠાકોર કોળી સેનાના અધ્યક્ષ, રાકેશભાઈ, વલ્લભભાઈ ઝીંઝુવાડીયા, જગદીશભાઈ ઠાકોર, હસુભાઈ બાવડા, વીપુલભાઈ ફિલ્મી કલાકારો તેમજ નોઘણજી ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.