શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલામાં સ્ત્રી રોગ વિભાગ આરંભથી કાર્યરત છે જેમાં નોર્મલ ડિલિવરી, સિઝેરિયન, કોથળીના ઓપરેશન તથા વંધ્યત્વને લગતા રોગોનું નિવારણ ઉત્કૃષ્ટ રીતે બે સ્ત્રી ગાયનેકોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં આ સ્ત્રી રોગ વિભાગમાં માત્ર ૧૨ કલાકમાં ૮ ડિલિવરી કરવામાં આવી. બધી જ માતાઓ તથા નવજાત શિશુ એકદમ તંદુરસ્ત છે તેવું અહીંના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયાની યાદીમાં જણાવાયું હતું.