સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે બે સિંહો ઘૂસી આવ્યા હતા, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો હતો. રાત્રિના સમયે ગામની શેરીઓમાં ઘૂસેલા આ સિંહોએ કુલ ૮ પશુઓનો શિકાર કર્યો હતો. આ ઘટના ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સિંહોના આ હુમલાથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે. ભયને કારણે ગ્રામજનોએ આખી રાત જાગીને વિતાવવી પડી હતી અને કોઈ બહાર નીકળવાની હિંમત કરી શક્યું નહોતું. શિકારની શોધમાં વારંવાર ગ્રામીણ વિસ્તારોમાં સિંહો ઘૂસી આવવાની ઘટનાઓથી લોકોમાં ડર અને ચિંતા જોવા મળી રહી છે.