સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામમાં ૧ થી ૫ વર્ષના બાળકો માટે વિશેષ આધારકાર્ડ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ઝ્રર્ડ્ઢઁં દક્ષાબેન ભટ્ટ અને સુપરવાઈઝર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગામના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નાના બાળકોના આધારકાર્ડ માટે સાવરકુંડલા સુધી ધક્કા ન ખાવા પડે અને તેમની રોજગારી ન બગડે તેવા ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ઘરઆંગણે મળેલી આ સુવિધા બદલ ભારે ખુશી વ્યક્ત કરી હતી. સરપંચ પંકજ ઉનાવા દ્વારા કેમ્પની તમામ વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. અંતમાં તેમણે ઝ્રર્ડ્ઢઁં અને આંગણવાડીની બહેનોનો આભાર માન્યો હતો.









































