સાવરકુંડલામાં માનવ મંદિર આશ્રમ ખાતે સાધુ સમાજ અને માનવ મંદિર પરિવાર દ્વારા એક ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઇફકો સહિત અનેક સંસ્થાઓની જવાબદારી નિભાવતા દિલીપ સંઘાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સાથે જ, ICA યુથ વિંગના નવા ચૂંટાયેલા પ્રમુખ હર્ષ સંઘાણીનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. હર્ષ સંઘાણી ભારતના સૌપ્રથમ યુવા પ્રમુખ તરીકે ચૂંટાયા હોવાથી અમરેલી જિલ્લાને ગૌરવ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત અમરેલી લાયન્સ ક્લબના નવનિયુક્ત પ્રમુખ રૂજુલભાઈ ગોંડલીયાનું પણ સાધુ સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. માનવ મંદિરના ભક્તિબાપુએ નવનિયુક્ત હોદ્દેદારોને આશીર્વાદ આપ્યા હતા.