સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલીના હેડ કોન્સ્ટેબલ નૈતિકભાઇ બાબરીયા તથા કોન્સ્ટેબલ સમીરભાઇ ખાન દ્વારા, તા.૧૧/૦૭/૨૦૨૫ના રોજ એચ.એન. વિરાણી હાઇસ્કૂલ તથા કે.વી. વિરાણી ફાર્મસી કોલેજ બાઢડા ખાતે વિદ્યાર્થીઓને સાયબર લગત માહિતી આપવા માટે સાયબર ક્રાઇમ અવરનેસ લગત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકો સાથે વિવિધ રીતે થતા સાયબર ક્રાઇમ ફ્રોડ, જેવા કે સ્ક્રીન શેરિંગ એપ, આૅ.ટી.પી. ફ્રોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક, ન્યુડ વીડિયો કોલ, આર્મીમેનનું નામ ધારણ કરવું જેવી વિવિધ તરકીબોથી લોકો ભોગ બનતા હોય છે જે અંગે તેઓને સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તથા સાયબર ક્રાઇમ અંગે
જાગૃતિ ફેલાય તેવા હેતુસર સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.