સાવરકુંડલાના પીઠવડી ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. સગીરાએ યુવકને બ્લોક કરી દેતા અંગત ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ઉપરાંત તેને મળવા બોલાવી જાતીય સતામણી કરી હતી. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ અજય ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ દેત્રોજા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેની સગીર પુત્રી સાથે ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતો હતો. આરોપીએ તેની પુત્રીને પ્રેમ કરતો હોવાના નામે ફોસલાવી મળવા બોલાવી હતી. આ સમયે તેણે અડપલા કરી બાથ ભરીને જાતીય સતામણી કરી હતી. તેમની પુત્રીએ આરોપી પીછો કરતો હોવાથી ઈન્સ્ટાગ્રામમાં બ્લોક કરી દીધો હતો. જેથી તેના અંગત ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.