સાવરકુંડલા વનવિભાગે નાની વડાળ વિસ્તારના આરક્ષિત જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ત્રણ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વનવિભાગની ટીમે પિયાવા ગામના મેહુલભાઈ સુરેશભાઈ રાઠોડ, સોહીખા બાદરખા પઠાણ અને કલ્પેશભાઈ મુકેશભાઈ જેઠવાને પકડ્યા છે. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી એડવાન્સ રિકવરી પેટે રૂ. ૩૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વનવિભાગ હવે તપાસ કરી રહ્યું છે કે આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલી છે કે નહીં.