સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયું હોવાથી તા.૨૮-૨-૨૫ સુધી ગાંધીનગર રહેશે. આ સમયગાળા દરમિયાન લોકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત માટે સાવરકુંડલા ખાતેના તેમના કાર્યાલય- અટલધારા કાર્યાલય, મામલતદાર ઓફિસ સામે મહુવા રોડ પર આવેલ છે તેની મુલાકાત લઈ શકે છે. આ કાર્યાલયનો ફોન નંબર ૦૨૮૪૫- ૨૨૪૨૨૨૩ છે. વિશેષ વિગત માટે આ નંબર પર માહિતી મેળવી શકે છે.