અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. જેમાં લગ્ન અને સંતાનોની જૂની યાદો સમાન ફોટોગ્રાફ્સ ધરાવતો મોબાઈલ ફોન ખોવાઈ જતાં અને નવો ફોન ખરીદવાની આર્થિક સગવડ ન હોવાથી મનમાં લાગી આવતા એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મળતી વિગત મુજબ, મૃતક મહિલાના પતિનો મોબાઈલ ફોન ક્યાંક પડી ગયો હતો. આ ફોનમાં તેમના લગ્નના ફોટા, સંતાનોના બાળપણની યાદો અને પરિવારના અનેક કિંમતી વીડિયો સંગ્રહાયેલા હતા. મધ્યમવર્ગીય પરિવાર માટે આ ફોન માત્ર એક ઉપકરણ નહીં, પરંતુ જીવનની સુંદર ક્ષણોનો સંગ્રહ હતો. સાવરકુંડલા વિભાગના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































