સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલી લોકવિદ્યા મંદિર અને શ્રી નિવાસી અંધ વિદ્યાલયમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડા. રાધાકૃષ્ણન સર્વપલ્લીનું શિક્ષણમાં મહત્વ વિશે સમજાવ્યું હતું અને બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ શિક્ષક તેમજ વિદ્યાર્થીઓની બખૂબી ભૂમિકા ભજવી હતી. પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ ધોરણ ૮નાં વિદ્યાર્થી અનિલ બારૈયા અને ધોરણ ૭ની વિદ્યાર્થિની પાયલ રાઠોડે નિભાવી હતી. જયારે માધ્યમિક અને ઊ. મા. શાળામાં આચાર્ય તરીકે ધોરણ ૧૨ની વિદ્યાર્થિની હિરલ ભાલીયા અને ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની ગુજરીયા રમીલાએ સરાહનીય રીતે નિભાવી હતી.









































