૨૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જીરા સિમરણ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે મેલેરિયા નાબુદી માટે એક જનજાગૃતિ અભિયાન રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયુષ મેડિકલ ઓફિસર ડા. જયકાન્ત પરમાર, સીએચઓ હિરલબેન, સુપરવાઇઝર ગોંડલીયાભાઈ, હેલ્થ વર્કર્સ દેવાંગભાઈ અને આશાબેન તેમજ શાળાના શિક્ષકો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીનો મુખ્ય હેતુ સમાજમાં મેલેરિયા અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેનાથી બચવા માટે લેવાના જરૂરી પગલાં વિશે લોકોને માહિતી આપવાનો હતો. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા મેલેરિયાના કારણો, તેના લક્ષણો, નિવારણના ઉપાયો  અને તેની સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજના વિવિધ સ્તરના લોકોની સક્રિય ભાગીદારીએ મેલેરિયાને નાથવાના સામૂહિક પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યા હતા.