સાવરકુંડલાના જાબાળ ગામે રહેતી એક પરિણીતાના લગ્ન અમદાવાદના સાણંદ તાલુકાના નિધ્રાડ ગામે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાએ કનડગત કરતા કંટાળીને પિયર પરત ફર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દીપાલીબેન અભિષેકભાઇ સાધુ (ઉ.વ.૩૧)એ અભિષેકભાઇ રાજેશભાઇ સાધુ, રાજેશભાઇ પ્રાણજીવનભાઇ સાધુ, કંચનબેન રાજેશભાઇ સાધુ તથા નેહાબેન રવીભાઇ રામાનુજ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ અવારનવાર કરિયાવર તથા કામકાજ બાબતે મેણાટોણા મારતા હતા. પતિ અભિષેકભાઈ રાજેશભાઈ સાધુએ મેણાટોણા મારી ગાળાગાળી કરી અને માર માર્યો હતો અને અન્ય આરોપીએ ચડામણી કરી મેણાટોણા મારી ગાળો આપી હતી. તેમજ શારિરીક – માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.પી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.