સાવરકુંડલાના ચિખલી ગામે ઝેરી દવા પીવાથી પુરુષનું મોત થયું હતું. રાજુલાના કાતર ગામના અને હાલ માંકણા ગામે રહેતા રમેશભાઈ સોડાભાઈ બલદાણિયા (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, તેમની બહેનના લગ્ન ચિખલી ગામના લાલજીભાઈ સુખાભાઈ હાડીયા (ઉ.વ.૩૩) સાથે થયા હતા. તેમની બહેન પ્રેગનેન્ટ હતી અને તેનાથી કામ થતું ન હોવાથી તેડવા માટે આવ્યા હતા. પરંતુ બનેવી લાલજીભાઈને જવા દેવી નહોતી અને તેઓ બહેનને લઈ જવા માંગતા હતા. જેથી બનેવીને મનમાં લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી લેતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.