સાવરકુંડલાના ઓળીયા ગામે શનિદેવના આશ્રમ સામે અમરેલી-સાવરકુંડલા રોડ પર બે બાઇકની ટક્કર થઈ હતી. જેમાં એક પુરુષને માથામાં હેમરેજ થયું હતું. બનાવ સંદર્ભે સાવરકુંડલામાં રહેતા શાંતિભાઈ નાનજીભાઈ ઘેલાણી (ઉ.વ.૬૨)એ જીજે-૧૪-એઈ-૩૫૯૮ નંબરના ટુવ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ દિવસ પહેલા ઓળીયા ગામે શનિદેવના આશ્રમ સામે અમરેલી સાવરકુંડલા હાઇ-વે રોડ પર ઇજા પામનાર પ્રકાશભાઇ ઘેલાણી (પોલીસ કર્મચારી) નાઓની હવાલાવાળી સરકારી મો.સા. ઇ.્‌.ર્ં. રજી. નં.ય્ત્ન-૧૪-ય્છ-૦૨૦૬ ગાડી સાથે આરોપીએ તેના હવાલા વાળી મોટર સાયકલ નં.ય્ત્ન-૧૪-છઈ-૩૫૯૮ પુરપાટ અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી અકસ્માત કર્યો હતો. જેમાં તેમના દિકરા ઇજા પામનાર પ્રકાશભાઇ ઘેલાણીને માથાના ભાગે હેમરેજ થયું હતું તથા શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ થઈ હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એ. બગડા વધુ તપાસ કરી રહ્યા છે.