સાવરકુંડલા તાલુકાનાં બગોયા ગામ ખાતે લુઈસ ડ્રેફસ કંપની (ન્ડ્ઢઝ્ર) દ્વારા અંબુજા ફાઉન્ડેશનના સહયોગથી પ્રોજેક્ટ જાગૃતિ હેઠળ ૨૩ ઓગસ્ટે ખેડૂતોના વર્કશોપનું આયોજન કરાયું હતું. પાછલા ત્રણ વર્ષોથી શરૂ કરાયેલ, પ્રોજેક્ટ જાગૃતિનો હેતુ કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવના જોખમો વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો અને ટકાઉ કપાસની ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન, ન્ડ્ઢઝ્ર એ પર્યાવરણની જાળવણી અને ટકાઉ ખેતી માટે તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, કપાસની થેલીની કિટ બનાવીને ૧૫૦૦ જેટલી ફેરોમેન ટ્રેપ અને લ્યુરનું વિતરણ કર્યું હતું. અંબુજા ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી મહેશભાઈ છોટાળા દ્વારા આપવામાં આવી હતી. જ્યારે કંપનીનું પ્રતિનિધિત્વ કરતા સચિનભાઈ સુતરિયા દ્વારા પ્રોજેક્ટ જાગૃતિ વિશે જરૂરી સમજ આપી હતી.