પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ પદયાત્રા સંઘ – સાવરકુંડલા દ્વારા સોમનાથ મહાદેવ સુધીની ૩૧મી અવિરત પદયાત્રાનો પ્રારંભ થયો છે. આ પદયાત્રામાં અંદાજે ૭૦ થી ૮૦ પદયાત્રીઓ અને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા છે. આ પદયાત્રા ૩૦ જુલાઈએ સાવરકુંડલાથી શરૂ થઈ, જે ૩ ઓગસ્ટે સોમનાથ મંદિરે દર્શન અને ધજા ચડાવવાના કાર્યક્રમ સાથે પૂર્ણ થશે. શૈલેષભાઈ જોશી, ચેતનભાઈ જોશી સહિતના શિવભક્તો છેલ્લા ૩૧ વર્ષથી આ સંઘનું આયોજન કરી યાત્રાળુઓને માર્ગદર્શન પૂરું પાડે છે. આ પદયાત્રામાં સાવરકુંડલા ઉપરાંત સુરત, મુંબઈ, અમદાવાદ જેવા મહાનગરોમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા.