ધારીથી નાથદ્વારા બસ શરૂ થયા બાદ હવે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના કાર્યાલય અને રાજેનભાઈ વામનભાઈ પારેખ દ્વારા સા.કુંડલાના ડેપો મેનેજરને રજૂઆત કરી છે કે સાવરકુંડલાથી નાથદ્વારા જવા માટે કોઈ બસ સુવિધા નથી અને સાવરકુંડલામાં વૈષ્ણવ સમાજ ખૂબ જ મોટા પ્રમાણમાં વસે છે. હાલમાં ધારીથી નાથદ્વારા જવા માટે એસ.ટી. બસની સુવિધા શરૂ કરવામાં આવેલ છે જે બસને વાયા સાવરકુંડલા રૂટ શરૂ કરવામાં આવે તો વૈષ્ણવ સમાજમાં ખૂબ જ હર્ષની લાગણી થશે અથવા સાવરકુંડલાથી નાથદ્વારા બસ શરૂ કરવા સાવરકુંડલાના ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યના કાર્યાલયથી પત્ર પાઠવ્યા બાદ બસ શરૂ થશે કે કેમ તે જાવાનું રહ્યું.








































